Tuesday, August 27, 2019

       મેલબોર્ન ઓસ્ટ્રેલીયા સ્થિત “ધી કોન્વરજેશન ટ્રસ્ટ” દ્વારા આજ થી ૮ વર્ષ પૂર્વે ૨૪ માર્ચ ૨૦૧૧ ના એક બિન ધંધાર્થી મેડિયા ગ્રુપ કંપની ની  સ્થાપના કરવામાં આવેલ. આ મેડિયા ગ્રુપે દુનિયા ભર ના સામ્પ્રંત સમાજ ના પ્રશ્નો ને વાચા આપવા માટે એક વેબ સાઈટ શરુ કરી. અને વેબ સાઈટ ઉપર જે તે વિષય ના નિશ્રાણતો ને આમન્ત્રણ પાઠવી સાંપ્રત સમાજ માં પ્રવર્તતા સામાજિક પ્રશ્નો નો અભ્યાસ અને વિશ્લેશણ કરી તેના ઉપાય વિષે નિષ્પક્ષ અભિપ્રાય દર્શાવતા રીપોર્ટ મેળવી ને પ્રકાશિત કરવાનું શરુ કર્યું.

       ઓસ્ટ્રેલીયા માં શરુ થયેલ આ અભ્યાન ૨૦૧૩ ના વર્ષ માં યુ.કે., પછી ૨૦૧૪ માં અમેરિકા, ૨૦૧૫ માં આફ્રિકા અને ફ્રાંસ, ૨૦૧૭ માં કેનેડા અને ઈન્ડોનેસીયા અને ૨૦૧૮ માં સ્પેઇન સુધી વિસ્તર્યું. “ક્રિએટીવ કોમન લાઇસન્સ” મતલબ કે અમુક શરતો ને આધીન આ વેબસાઈટ ઉપર પ્રકાશિત થયેલ રિપોર્ટો કોઈ પણ વ્યક્તિ ફરી ને પ્રકાશિત કરી શકે છે. 

       આ વેબસાઈટ ના દર્શકો ની સંખ્યા અત્યારે  ૧૦.૭ મીલીયન (એક મિલિયન એટલે ૧૦ લાખ =૧૦૦૦૦૦૦) છે અને તે ઉપરાંત ફરી પ્રકાશિત થતા રિપોર્ટો ના કારણે બીજા ૩૫ મિલિયન લોકો સુધી આ માહિતી પહોંચે છે. હાલમાં આશરે ૨૭૦૦૦ નિશ્રાણત લેખકો આ વેબસાઈટ માટે રીપોર્ટીંગ કરી રહ્યા છે.


       ૩૧ ઓક્ટોબર ૨૦૧૫ ના આ વેબસાઈટ ઉપર બ્રિસ્ટોલ યુનીવર્સીટી ના પ્રોફેસર માર્ક હોરટન અને પ્રોફેસર ફિલિપ લેંગટન તેમજ અમેરિકા ની હ્યુસ્ટન યુનીવર્સીટી ના પ્રોફેસર એલેકઝાંડર બેન્ટલે દ્વારા તૈયાર કરેલ એક લેખ પ્રસિદ્ધ થયેલ તેનું શિર્શક છે :

                     “સાકર નો ઈતિહાસ - સાકર જેની કોઈને જરૂર નથી છત્તા બધા તેને માટે તડપે છે”  

  પ્રસ્તુત છે આ રીપોર્ટ નો  સારાંશ:-

અનાજ/ધાન્ય  અને ડાંગર/ ચોખા પછી દુનિયા માં સૌથી વધારે ખેતીશેરડી ની થાય છે ૨૬,૯૪૨,૬૮૬ હેક્ટર જમીન માં અને તે પણ સાકરમાટે, જે માનવ જાત માટે ખાસ જરૂરી નથી. ઘણા બધા વરસો થી સાકર નું ઉત્પાદન થાય છે કેવળ ધંધાદારી નફો રળવાના હેતુ થી  પણ તેના લીધે દુનિયા ભર માં સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચી રહ્યું છે. 

 આજે દરેક દેશો માં ઓબેસીટી/મોટાપો નો રોગચાળો તેમજ કેન્સર, ડિમેન્શિયા (યાદદાસ્ત ગુમાવી દેવી), હ્રદય ને લગતા તેમજ ડાયાબીટીસ જેવા રોગો નો ફેલાવો વધી રહ્યો છે. ખાસ કરીને જ્યાં પણ સાકર આધારિત કારબોહાયડ્રેટ નો વપરાશ વધ્યો છે ત્યાં આ રોગો નો ઉપદ્રવ વધારે જોવા મળે છે.

 આપણી ધરતી, સમાજ અને આરોગ્ય ને નુકશાન કારક સાકરે આજે આટલી હદે કબજો કેવી રીતે જમાવ્યો તે સમજવા થોડી પાછળ નજર કરી ને તેનો ઈતિહાસ જાણવો જરૂરી છે.

 શરીર વિજ્ઞાન મુજબ માનવી ને  પોષણ માટે બહુજ માર્યાદિત પ્રમાણ માં સાકર અને રીફાઈન  કારબોહાઈડ્રેટ ની તો બિલકુલ જરૂરિયાત જ નથી. આપણા નિયમિત ભોજન માં સાકર નું આગમન  અકસ્માત રૂપે થયું. શરૂઆત માં શેરડી નો ઉપયોગ પાળેતુ જાનવરો ના ઘાસચારા રૂપે થતો અને પછી આદિ માનવ ક્યારેક શેરડી ના સાંઠા ને ચુસતો થયો.

 મૂળ પપુઆ ન્યુ ગુએના માં ઉગતો શેરડી નો છોડ પછી ઇન્ડિયા માં આશરે ૩૫૦૦ વરસો પૂર્વે આવ્યો અને ૨૫૦૦ વરસો પૂર્વે ઇન્ડિયા માં શેરડી ના રસ માં થી શર્કરા (હકીકત માં ગોળ) પ્રાપ્તિ /ઉત્પાદન ની શરૂઆત થઇ.  ભારત માંથી પછી એ શર્કરા પ્રાપ્તિ ની ટેકનીક પૂર્વ માં ચાઈના અને પશ્ચિમે આરબ દેશો, ભૂમધ્ય સાગર ના દેશો સાઇપ્રસ, સીસલી અને યુરોપ ના દેશો માં પછી સુધારા -વધારા સાથે ફેલાઈ. મધ્ય યુગ માં આ શર્કરા રોજીંદા વપરાશ ની જણશ ને બદલે એક મોંઘી મસાલા ની ચીજ માં તેની ગણના થતી.

 પંદરમી સદી ના અંતમાં મોટા પાયે શેરડી નું વાવેતર અને રીફાઇન શર્કરા નું  ધંધાકીય ધોરણે ઉત્પાદન  અને વેપાર શરુ થયો. પોર્ટુગીઝ લોકો એ શેરડી ના વાવેતર માટે બ્રાઝીલ ની આબોહવા અનુકુળ હોવાનું શોધી કાઢ્યું. તે સમય માં ગુલામ પ્રથા પ્રવર્તમાન હતી.  એટલે ગુલામો ને શેરડી ની ખેતી માં મજુરો તરીકે જોતરી ને મોટા પાયે વાવેતર, ઉત્પાદન અને વેપાર ને ઉત્તેજન મળ્યું. ટૂંક માં સાકર ઉદ્યોગ ગુલામો નું શોષણ કરીને  ધન પ્રાપ્તિ નો એક મોટો વ્યવસાય બની ગયો.

 એક તરફ શેરડી ની ખેતી માટે મજુરો ની માંગ વધી અને તેને કારણે ગુલામી ની પ્રથા અને વેપાર માં પણ તેજી નો પવન ફૂંકાયો. અને ધન લાલસુ લોકોએ પોતાની મનોવાંછના ખાતર વધુ માં વધુ શેરડી ની ખેતી કરી સાકર નું ઉત્પાદન વધારી  આહાર માં બિન જરૂરી એવી આ સાકર નું દુષણ ઘરે ઘરે ઘુસાડી દુનિયાભર ના લોકો ને સાકાર ના રવાડે ચડાવી દીધા.

 શેરડી ની ખેતીમાં જોતરાયેલ ગુલામો ની હાલત અતિશય દયાનીય હતી. ૧૮૩૪ ના વર્ષ માં જ્યારે બ્રિટીશ એમ્પાયર દ્વારા ગુલામો ને મુક્ત કરવામાં આવ્યા ત્યારે પણ ગુલામો ના માલિકો ને પૂરેપૂરું વળતર ચુકવવામાં આવેલ અને ગુલામો ને મુક્તિ શિવાય બીજું કશું જ આપવામાં આવ્યું નહોતું.


આજના આધુનિક યુગ નો શ્રાપ


 સાકર અને તંબાકુ ઉદ્યોગ બંને માં બહુ બધી સામ્યતા છે.  બંને ની  ખેત પેદાશ માં જરૂરી મજુરી માટે  ગુલામો ને જોતરવામાં આવેલ. બન્ને  પેદાશ તંદુરસ્તી માટે સારી હોવાનું  લોકો સમક્ષ પેશ કરવામાં આવેલ. બન્નેની ખેતી હજારો વરસો થી થતી આવી છે.  સત્તરમી સદી ના મધ્યકાળ થી બંને પેદાશો નો વપરાશ વરસો વરસ વધતો ચાલ્યો છે.  બંને ના  વપરાસ ની વિપરીત અસર થી હવે આપણે વાકેફ થઇ ગયા છીએ.

 આ ધંધા સાથે સંકળાયેલ મોટા મોટા કોર્પોરેટ જૂથો ને થતી મોટી કમાણી અને  નફા ના કારણે સમાજ માં આજે બિન ચેપી પણ એક ઔદ્યોગિક રોગચાળો ફૂલી ફાલી રહ્યો છે. અને હવે જયારે તંબાકુ ના વપરાશ ને  એક વ્યસન દુષણ તરીકે સ્વીકાર  કરવામાં આવેલ છે તેવીજ રીતે સાકર ના વપરાશ ને પણ એક વ્યસન - દુષણ તરીકે સ્વીકારવાનો સમય પાકી ગયો છે.

 પણ આજની ૨૧ મી સદી માં તંબાકુ અને દારૂ કરતા સાકર ના દુષણ નો ભરડો વધારે મજબુત પુરવાર થયો છે. સાકર સર્વ વ્યાપક છે એટલુજ નહિ પણ રોજના આહાર નો ૨૦% હિસ્સો બની ચુક્યો છે. વળી  દુનિયા ના વેપાર - વાણીજ્ય અને અર્થ તંત્ર માં પણ મહત્વ નું સ્થાન પામેલ છે. સાકર ઉધ્યોગ ની સરખામણી ખનીજ તેલ ઉદ્યોગ સાથે થઇ શકે. ખનીજ તેલ ઉદ્યોગ પણ એક દુષણ છે છતા આપણા રોજીંદા જીવન માં તેનો નાતો અતુટ સાબિત થઇ રહ્યો છે. તેવીજ રીતે સાકર ઉદ્યોગ પણ આપણા રોજીંદા જીવન માં વણાઈ ચુક્યો છે.

 ૨૧ મી સદી માં કલાઇમેટ ચેઈન્જ ને નાથવા ના પડકાર જેવો જ આરોગ્ય ઉપર સાકર ની વિપરીત અસર ને કેવી રીતે રોકવી તે એક પડકાર છે.  વર્ષ ૨૦૧૩ માં દુનિયા ની કુલ ખેતીવાડી પેદાશો માં સાકર નો હિસ્સો ૬.૨ % અને કુલ વેપાર મુદ્રા માં સાકર નો હિસ્સો ૯.૪ % હતો. આ પરિસ્થિતિ માં જનતા અને સરકારી એજન્સીઓ દ્વારા તંબાકુ ની જેમ સાકર ના પેકેટો ઉપર "તંદુરસ્તી ને હાનીકારક" જેવી ચેતવણી કે ઉંચો ટેક્સ લાદવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ?










 







 


No comments:

Post a Comment