પ્રશ્નોત્તરી - Q & A
(૧) કાકવી એટલે શું?
શેરડી ના રસ ને યોગ્ય તાપમાન સુધી ગરમ કર્યા પછી પદ્ધતિસર ઠન્ડો કરી તૈયાર કરવામાં આવતા સીરપ - અર્ક ને ઇન્ડિયા ના મહારાસ્ટ્ર રાજ્ય માં "કાકવી " કહેવામાં આવે છે. કોફી કલર ધરાવતો મધ જેવો ચીકણો અને મીઠો મધુરો હોવાથી વેપારી લોકો તેનો ઉપયોગ મધમાં ભેળ-સેળ કરવા પણ કરે છે.
(૨) શા માટે યુ-ટ્યુબ ઉપર એક વિડીયો માં રાજીવ દીક્ષિતજી બોલ્યા કે - ' તમોને કાકવી મળતી હોય તો તમે રાજા છો'? અને શુદ્ધ ગોળ મળે તો છોટા રાજા છો'?
આયુર્વેદના મતે ગોળ અતિ ગુણકારી અને આરોગ્યપદ છે અને તેનું નિયમિત સેવન શરીર ને રોગ પ્રતિકારક બનાવે છે. કેલ્સીયમ, પોટાશિયમ, મેગ્નેશીયમ અને લોહ જેવા ખનીજ તત્વો અને શરીર ને ગુણકારી એન્ઝાઈમસ ગોળ કરતા કાકવી માં વધારે માત્રા માં જળવાઈ રહે છે.
(૩) કેટલીક વેબ સાઈટો/વિડીયો માં "કાકવી" વિષે ભ્રામક વાતો લખવા/કહેવામાં આવી છે તેનો પદાર્ફ્શ કરશો કે ?
હા - જેમકે
(૩.૧) યુ ટ્યુબ ઉપર નો એક વિડીયો ગરમ પાણી માં ગોળ ઉમેરી ઘરે "કાકવી" બનાવતા શીખવાડે છે.
આ બિલ્કુલ ગેર માર્ગે દોરનાર છે. આ રીતે તૈયાર થતું ગોળ નું પાણી સ્વાદ અને ગુણ માં અજોડ એવી "કાકવી" નથી.
(૩.૨) બઝાર માં મળતા ગોળ ના ભાવે જ કાકવી મળી રહે;
- જવાબ છે "હા" જો તમે સીજન દરમિયાન કોલ્હાપુર જેવા શહેર માં ફરસો તો ઠેર ઠેર હાથ લારીઓ માં સસ્તી "કાકવી" વેચાતી મળી રહેશે. ગુજરાત ના ગામડા ઓ માં શેરડી ના ચિચોડા દ્વારા વેચાતા શેરડી ના રસ માફક. સડક ઉપર વેચાતી આ કાકવી ની ગુણવત્તા - સ્વાદ - સ્વચ્છતા (હાયજીન) રસ્તા ઉપર વેચાતા શેરડી ના રસ જેવી જ નિમ્ન કક્ષા ની હોય છે. આ કાકવી ની શેલ્ફ લાઈફ બહુ ટૂંકી હોય છે.
- જવાબ છે "ના" જો તમે શેરડી ના સીરપ/અર્ક ની બનેલી કે જે ની શેલ્ફ લાઈફ એકાદ વરસ થી વધારે હોય છે, તે કાકવી વિષે વાત કરતા હોવ તો. એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી આવી કાકવી ને વ્હિસ્કી ની જેમ ૫ થી ૧૦ વરસ સુધી ક્યોર કરી શકાય છે. અને જેમ કાકવી જૂની તેમ આરોગ્ય માટે વધુ ગુણકારી ગણાય છે.
(૩.૩) પરદેશ માં "કાકવી" ની ખુબજ ડીમાંડ છે.
- જવાબ છે "હા" અને "ના" બંને.
અમેરિકા ના ફ્લોરીડા અને લુશીયાના રાજ્ય માં કેટલાક ખેડૂતો શેરડી ના રસ માંથી સીરપ એટલેકે કાકવી બનાવે છે. તે વિષે ના કેટલાક વિડીયો આજ બ્લોગ ના અંગ્રેજી વિભાગ માં કાકવી=કેઈન સીરીપ લેબલ નીચે મુકવામાં આવેલ છે તે જોઈ લેવા. કાકવી બનાવવા માટે તેની પેઢી દર પેઢી થી જાણકારી મેળવનાર વ્યક્તી ની જરર પડે છે - બનાવવા માં અતિ શ્રમ પડે છે.
કારખાના માં ઉત્પન થતી ખાંડ માફક તેનું માસ પ્રોડકશન શક્ય નથી. અમેરિકા ના ખેડૂતો ફક્ત પોતાના ઘર વપરાશ અને મિત્ર પરિવારના અંગત વપરાશ માટે બનાવે છે.
વ્યાપારિક ધોરણે પરદેશ માં "કાકવી " સહેલાઈ થી સુપર માર્કેટ અથવા ઇન્ડીયન ગ્રોસરી સ્ટોર માં મળતી નથી. શા માટે ? તેના બહુ બધા કારણો છે જે હવે પછી ની બ્લોગ પોસ્ટ દ્વારા જણાવવા માં આવશે.
પરદેશ તો છોડો - પાંચ હજાર મીલીયન ડોલર્સ ની ઈકોનોમી માર્કેટ વાળો ભારત દેશ કે જેનો શેરડી ઉત્પાદક તરીકે દુનિયા માં બ્રાઝીલ પછી બીજો નંબર આવે છે, ત્યાં પણ લોકો ને કાકવી વિષે સાચી અને પુરતી જાણકારી જ નથી.
ઉત્તમ આરોગ્યપ્રદ "કાકવી" બનાવવી સહેલી નથી. સીરપ જો વધારે ગરમ થઇ જાય તો નક્કર ગોળ માં રૂપાંતર થવા લાગે છે અને ઓછો ગરમ હોય અને બોટલિંગ કરવામાં આવે તો ફર્મેન્ટ થઇ ને બગડી જાય અથવા ચોમાસામાં ફુગાઇ જાય. યોગ્ય તાપમાને "કાકવી" પકાવવાની જાણકારી ધરાવનાર વ્યક્તિ જરૂરી છે. વળી રસ માંથી સીરપ બનાવતી વખતે ધ્યાન પૂર્વક વખતો વખત ઉભરી આવતો શેરડી ના રેસા ના કચરા ને દુર કરવો પડે છે અને બોટલિંગ કરતા પહેલા તેને ફિલ્ટર કરવામાં ચુક થાય તો પણ સીરપ બગડી જાય છે.
ગૃહઉદ્યોગ તરીકે મહારાષ્ટ્ર ના કોલ્હાપુર - સતારા - સાંગલી બેલ્ટ માં ગોળ બનાવતા અને ખાસ કરીને કાકવી બનાવવાની જાણકરી વાળી પેઢી હવે લુપ્ત થઇ રહી છે.
શહેરીજનો "કાકવી"ને ગોળ નું પાણી સમજી ઉત્પાદકો ને યોગ્ય વળતર ચુકવવા તૈયાર નથી. અને એક ઉત્તમ આરોગ્ય પ્રદાન પ્રોડક્ટ ની ડીમાંડ ખુદ ભારત દેશ માં જ નથી.
No comments:
Post a Comment