પ્રસ્તાવના

આ કહાણી ની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૧૮ માં ભાવનગર મુકામે ચા ના એક કપ થી થઇ. નીચેના પ્લેયર નું બટન ક્લિક કરીને વિસ્તૃત વાત સાંભળો.
પ્રસ્તાવના
તમે એવી કોઈ વ્યક્તિ ને જાણો છો કે જેણે જિંદગી માં ક્યારે પણ ખાંડ (સાકર) જોઈ જ ના હોય કે ખાધી જ ના હોય? મને ખાત્રી છે કે તમારો જવાબ હશે 'ના' શિવાય કે તમે કોઈ આંદામાન - નિકોબાર જેવા ટાપુઓ અથવા તો એમેઝોન ના ગાઢ જંગલો માં વસતા આદી માનવ પ્રજાતિ ના કોઈ ગ્રુપ સમૂહ માં રહેતી વ્યક્તિ હો.
આપણા દિવસ ની શરૂઆત ખાંડ સાકર નાખેલી ચા / કોફી ના પીણાં થી થાય છે અને દિવસ ના અંતે રાત્રી ભોજન પછી લેવાતા આઈસક્રીમ, કેઇક-પેસ્ટ્રી, કે પુડિંગ ની બનાવટ માં પણ ખાંડ -સાકર હોય જ છે. તમારા રસોડા ની કેબીનેટ ખોલીની બઝારું નાસ્તા ઓ ના પેકીટો - પેકિંગ તપાસસો તો દસ માંથી કમસે કમ ૫ થી ૭ આઈટમો ની બનાવટ માં ખાંડ - સાકર નો વપરાશ થયો જણાશે. હકીકત માં ખાંડ સાકર આપણા રોજીંદા ખોરાક નો એક અનિવાર્ય હિસ્સો બની ગઈ છે.
તમારા માંના બહુ બધા જાણતા હશો જ કે ખાંડ સાકર નો ઉપયોગ આરોગ્યદાયી નથી અને કેટલાક ને તો વળી ફેમિલ ડોક્ટર ની સલાહ પણ મળી ચુકી હશે કે ખાંડ -સાકર ખાવાનું ઓછું કરો કે બંધ કરો.
પણ કદાચ તમે એ નહિ જાણતા હોવ કે -
- ખાંડ-સાકર નો વપરાશ આરોગ્યદાયી નથી તો પછી દુનિયાભર ના લોકો શા માટે વરસે દહાડે આશરે ૧૮૦.૭૩ મીલીયન ટન્સ જેટલી ખાંડ સાકર આરોગે છે?
- ખાંડ - સાકર ની આરોગ્ય ઉપર શા માટે અને કેવી પ્રતિકુળ અસરો થાય છે? તજજ્ઞો નો આ બાબત માં શો અભિપ્રાય છે?
- ખાંડ -સાકર ના વપરાશ વગર ની દુનિયા શક્ય છે કે નથી? અને જો હોય તો કેવી રીતે?
આ બધા સવાલો ના જવાબો શોધવા અને આ વિષય ઉપર ઉપલબ્ધ વધુ માં વધુ માહિતી બધાજ સ્ત્રોત જેવાકે મેડીયા, ઇન્ટરનેટ અને આ બ્લોગ ના મુલાકાતીઓ - મહેમાન લેખકો તરફ થી મેળવી અહિયાં સંકલન કરવા માટે જ આ બ્લોગ ની રચના કરવા માં આવી છે.
આ બ્લોગ તૈયાર કરવાનો મુખ્ય હેતુ તો સરખી વિચારસરણી વાળા લોકોનો એક સમૂહ રચવાનો છે. અને આ લોક સમૂહ દ્વારા દુનિયા ભરના લોકો ને એક સંદેશો પહોચાડવા નો છે. કે ભોજન માં જરૂરી ગળપણ માટે હાની કારક ખાંડ-સાકર નો એક ઉત્તમ વિકલ્પ છે ભારતીય આયુર્વેદ દ્વારા સ્વીકારાયેલ ગોળ ની બનાવટો જેવી કે ગોળ ની ભેલીઓ/ચોસલા - પાઉડર - અને સીરપ (કાકવી) .
દુનિયા માં સૌથી વધારે શેરડી નું ઉત્પાદન બ્રાઝીલ દેશ માં અને ત્યારપછી બીજા ક્રમે ભારત અને ત્રીજા ક્રમે ચાઈના માં થાય છે. પણ મોટા ભાગની શેરડી ના રસ નું રૂપાંતર વિકસિત દેશો માં મોટા પાયે સાકર ઉત્પાદન માટે થાય છે. ગોળ નું ઉત્પાદન અત્યારે દુનિયા માં બહુજ જુજ પ્રમાણ માં એશિયા ના કેટલાક દેશો અને દક્ષીણ અમેરિકા માં (પાનેલી) ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા થાય છે.
ગોળ આરોગ્યપ્રદ અને સાકર કરતા સારો વિકલ્પ હોવા છતાં પ્રચલીત નથી. પ્રચલીત નથી એટલે પરદેશો માં સાકર જેટલી ગોળ ની ડીમાંડ/માર્કેટ નથી. વળી પશ્ચિમી જગત ના ક્વોલીટી સ્ટાન્ડરડ, પેકિંગ, લેબ ટેસ્ટીંગ સર્ટીફીકેટસ ની જરૂરિયાત અતિ ખર્ચાળ છે. જે ગોળ બનવતા નાના કુટીર ઉદ્યોગને પરવડતા નથી.
એટલે સૌ પ્રથમ તો ગોળ એક ઉત્તમ વિકલ્પ છે તે માહિતી સોસીયલ મેડિયા ના માધ્યમ દ્વારા દુનિયાભર માં પહોચાડવાની જરૂરિયાત છે. જેમ જેમ જન જાગૃતિ આવશે તેમ ગોળ ની માર્કેટ ડીમાંડ વધશે. અને ડીમાંડ વધશે તો જ ગોળ નું પ્રોડક્શન વધશે અને સાથે સાથે ગુણવત્તા પણ સુધરશે.
No comments:
Post a Comment