"શેરડી" એ કુદરત ની માનવ જાત ને આપેલ એક શ્રેષ્ઠ ભેટ છે. આમ તો ઘણા બધા ફળો માં મીઠાશ - ગળપણ નો સ્વાદ રહેલો છે. પણ શેરડી ની મીઠાશ નો એક અનેરો સ્વાદ રહેલો છે. અને તેના કારણે દુનિયા ભર માં પેદા થતી ૯૦ ટકા શેરડી ના રસ નું રૂપાંતર ખાંડ - સફેદ ટેબલ સ્યુગર માં કરીને વ્યાપરીક ધોરણે ભોજન અને અવનવી વાનગીઓ જેવી કે કેઇક, આઈસક્રીમ, ચોકલેટ્સ, કેન્ડી, મીઠાઈઓ માં સ્વીટનર - ગળપણ નો સ્વાદ લાવવા કરવામાં આવે છે.
કુદરત પ્રેમી મહાન કવિ શ્રી કલાપી ની એક કવિતા ના શબ્દો છે - "જે પોષતું તે મારતું તે ક્રમ નથી શું કુદરતી" ?
આજ ઉક્તિ શેરડી ની મીઠાશ ને પણ ૧૦૦ પ્રતીશત લાગુ પડે છે. શેરડી માં માનવ શરીર ની તન્દુરસ્તી માટે જરૂરી એવા અનેક ખનીજ તત્વો - કેલ્સીયમ, મેગ્નેશિયમ, પોટાશીયમ, ફોસ્ફરસ અને પ્રચુર
માત્રા માં આયર્ન - લોહ તત્વ રહેલું છે. પણ અફસોસ કે દુનિયાભર ના સાકર ના કારખાનાઓ માં ઠલવાતી ૯૦ ટકા શેરડી ના રસ નું વિભાજન બે તત્વો માં થાય છે. - એક તેમાં રહેલ શર્કરા જેમાંથી સફેદ
ટેબલ સ્યુગર/ખાંડ અને બીજું મોલાસીસ જેમાંથી દારુ - વ્હિસ્કી - વાઈન બની ને વ્યાપારિક ધોરણે આકર્ષક પેકિંગ માં માર્કેટિંગ કરવા માં આવે છે.
પરિણામ -
૧) તન તોડ મહેનત કરીને શેરડી ઉગાડતા ખેડૂત ને યોગ્ય વળતર મળતું નથી અને ગરીબી ભર્યું જીવન જીવે છે.
૨) જયારે દુનિયાભર માં ઉભી થયેલ મોટી મોટી સ્યુગર મીલો અને વ્હીસ્કી/દારૂ બનાવતી બ્રુઅરી ના માલિકો અઢળક કમાણી કરે છે.
૩) આજે દરેક ઘરના રસોડા અને મોટી મોટી હોટેલ રેસ્ટોરાં ના કિચન માં ભરપુર વપરાતી સફેદ ટેબલ સ્યુગર ના કારણે લોકો અનેક બીમારી ના ભોગ બની રહ્યા છે. તંબાકુ જેટલીજ વ્હાઈટ ટેબલ સ્યુગર સ્વાસ્થ્ય ને નુકશાન કારક હોવા છતાં લોકોની આદત અને સ્યુગર મીલો ના પ્રભાવ ના કારણે તેમનો કારોબર બે રોક ટોક ચાલી રહ્યો છે.
સ્યુગર મીલો માં ખાંડ ની પ્રોસેસ/પ્રક્રિયા દરમ્યાન મોલાસીસ સાથે અમુલ્ય ખનીજ તત્વો નો નાશ થાય છે, એટલુજ નહિ પણ સ્વાસ્થ્ય ને હાનીકારક કેટલાક રસાયણો નો પણ ઉપયોગ થાય છે, જેમકે :-
૧) ફોસ્ફોરિક એસીડ
૨) કોસ્ટીક સોડા
૩) હાયડ્રેટેડ લાઈમ
૪) એન્ટી સ્કેલન્ટ
૫) બાયોસાઈડ
૬) બુબ્રેક ૫૦૧૯ જેવા ડી ફોમિંગ એજન્ટ
૭) ડી કલરિંગ એજન્ટ - ચારકોલ
૮) સલ્ફર (ગંધક) અને સલ્ફર ડાયોક્ષાઈડ
૯) પોલી એકરેમલાઈડ
ઇન્ડિયા, લેટીન અમેરિકા અને આફ્રિકા ના કેટલાક દેશો માં નાના પાયા ઉપર કોટેજ ઇન્ડસ્ટરી - ગૃહ ઉદ્યોગ દ્વારા ગોળ - જેગરી - પનેલા નું ઉત્પાદન થાય છે પણ મોંઘી પડતર કિંમત અને બઝાર માં
ખાંડ - સાકર ના પ્રમાણ માં નહીવત ડીમાંડ ના કારણે ગુણવત્તા જળવાતી નથી.
એટલે કુદરત ની અમુલ્ય ભેટ શેરડી માંથી ઉચ્ચ કોટી નો સ્વાસ્થ્ય વર્ધક ગોળ લોકો ને મળી રહે તે માટે ના પ્રયાસો કરવાની તાતી જરૂર છે.
વાચકો - દર્શકો ! જો આપ ૧૦૦ પ્રતિશત શુદ્ધ ગોળ ઉત્પાદક/વિક્રેતા કે ઉપભોગતા છો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને જરૂરી બધી જ માહિતી પૂરી પાડો.
અમે આ બ્લોગ દ્વારા સારા સ્વાસ્થ્ય બાબત જાગૃત લોકો/ગ્રાહકો સમક્ષ આપની પ્રોડક્ટ ની માહિતી પહોચાડવા કટીબદ્ધ છીએ.
No comments:
Post a Comment